અમદાવાદઃ ગુજરાતના સાહિત્ય, શિક્ષણ અને કલા ક્ષેત્રે યોગ્યતા ધરાવતા જાણીતા લેખકો અને કલાકારોને સન્માનિત કરવા માટે દર પાંચ વર્ષે સુરતની જાણીતી સાહિત્ય સંસ્થા નર્મદ સાહિત્ય સભા દ્વારા નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ વખતે બે નાટ્યક્ષેત્રના કસબીઓને આ સન્માન પ્રાપ્ત થયું છે. નાટ્યલેખક અને દિગ્દર્શક ભરત દવે અને નાટ્યલેખક શ્રીકાંત શાહને તાજેતરમાં આ સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા હતા. શ્રીકાંત શાહને વર્ષ ૨૦૦૭થી ૨૦૧૧ના સમયગાળામાં રચાયેલા તેમના નાટ્યસંગ્રહ ‘કોલબેલ પાછળનો દરવાજો' માટે સુવર્ણ ચંદ્રક એનાયત થયો જ્યારે ભરત દવેને વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન તેમણે લખેલા નાટ્યકળા પરના પુસ્તક ‘વાસ્વવાદી નાટક' માટે આ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

