નાનીદમણના દેવકા બીચ પર 5.5 કિમીનો નયનરમ્ય નજારો

Wednesday 12th April 2023 08:11 EDT
 
 

સુરત સહિત સમગ્ર ગુજરાતના સહેલાણીઓ સંઘ પ્રદેશ દમણ-દીવ ફરવા જવાનું સૌથી વધારે પસંદ કરે છે. આમાં પણ ઉનાળુ વેકેશનમાં સૌથી વધારે સહેલાણીઓ દમણ આવતા હોય છે. હવે વેકેશનનું અને સહેલાણીઓના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તેમના આકર્ષણ માટે એક પછી એક યોજના સાકાર થઇ રહી છે. છેલ્લા બે વર્ષમાં અહીં અનેક સુવિધાનો વધારો કરાયો છે. જેમાં નાનીદમણના દેવકાબીચ પર દરિયાકિનારા નજીક 5.5 કિમીનો અંગ્રેજી આલ્ફાબેટ U આકારનો અદભુત નજારો સહેલાણીઓ માટે તૈયાર કરાયો છે. સહેલાણીઓ અહીં સારી રીતે ફરી શકે એ રીતે દરિયાકાંઠે વિવિધ સુવિધા ઉભી કરાઇ છે. જેમાં આધુનિક લાઇટિંગ, બેઠક, વિશાળ પાર્કિંગ સ્પેસ, બગીચો, ફૂલ-છોડ, વોક-વે વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ મનોરંજનની સુવિધા મળી રહે તે માટેનું આયોજન કરાયું છે. આમ આ ઉનાળુ રજાઓમાં દેવકાબીચ સહેલાણીઓના આકર્ષણનું મોટું કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટના કેટલાક આકર્ષણ જોઇએ તો,
• દેવકાબીચ 5.5 કિલોમીટરની વિશાળ લંબાઇ ધરાવે છે • 5.5 મીટર પહોળો વોક-વે • ત્રણ કિલોમીટરમાં પ્લાન્ટેશન-લેન્ડસ્કેપ • રંગબેરંગી લાઇટિંગનું સુશોભન • માર્ગની પહોળાઈ 12 મીટર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter