નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું મોતિયાનું ઓપરેશન

Wednesday 29th January 2020 05:15 EST
 

અમદાવાદઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમવારે અમદાવાદમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. આ કારણે દિલ્હીમાં જેપી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા ત્યારે નીતિન પટેલ હાજર રહી શક્યા નહોતા. દિલ્હીમાં નીતિન પટેલની ગેરહાજરીથી અનેક અટકળો લાગી હતી, પણ ઓપરેશન બાદ નીતિન પટેલે પૂરતો આરામ મળી રહે તે માટે આ બાબત જાહેર કરવાનું ટાળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter