નારોલના પટેલ એસ્ટેટમાં પ્રચંડ ધડાકામાં બે મજૂરનાં મોત

Wednesday 26th June 2019 06:40 EDT
 

અમદાવાદઃ નાારોલના પટેલ એસ્ટેટમાં ૨૦મીએ સવારે બે મજૂરો કેમિકલ ફેક્ટરી અને મંડપ સર્વિસના ગોડાઉનની વચ્ચેની ગલીમાં કામ કરી રહ્યા હતા. મજૂરે જેવી કોદાળી જમીન પર મારી કે ભયાનક ધડાકો થયો અને બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ધડાકાના અવાજને પગલે ઈસનપુર પોલીસ, આઈબી, ક્રાઈમ બ્રાંચ, ઉચ્ચ અધિકારીઓની ટીમ, ફાયર, એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘટનામાં તપાસ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter