નિર્દોષને ફસાવવા સંજીવ ભટ્ટ જ ડ્રગ્સ લાવ્યા હતાઃ સરકાર

Wednesday 12th February 2020 06:08 EST
 

અમદાવાદઃ વર્ષ ૧૯૯૬માં પાલનપુરમાં રાજસ્થાનના વકીલ સામે ડ્રગ્સનો ખોટો કેસ ઉભો કરવા મુદ્દે, જેલમાં બંધ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે કરેલી ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ છે. અમદાવાદ હાઈ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે, આ કેસમાં સાક્ષીઓના નિવેદનો છે તે મુજબ સંજીવ ભટ્ટની કેસમાં સ્પષ્ટપણે સંડોવણી છે. સંજીવ ભટ્ટે જ અફીણ મંગાવી તેના પૈસા ચૂકવી જે તે માણસને આપ્યું હતું. જેમાં નિર્દોષ ફસાઈ રહ્યા છે. તપાસ સમયે, હોટેલમાંથી નશાકારક પદાર્થંનુ પેકેટ મળ્યું હતું. રિપોર્ટ મુજબ, ૦.૯ ગ્રામ મિશ્રિત અફીણ છે. આ કેસમાં, ભૂતકાળમાં ખાસ અદાલતે સંજીવ ભટ્ટની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter