ન્યૂ યોર્કઃ યુએસ કોર્ટે ૧.૭૪ લાખ ડોલરની લાંચ લેવાના કેસમાં ડોકટર પરેશ પટેલને કસૂરવાર ઠેરવીને એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારી છે. પરેશ પટેલ સામે એક મોબાઇલ ડાયોગ્નોસ્ટિક કંપનીને દર્દીઓ મોકલવાના બદલામાં ૧.૭૪ લાખ ડોલરથી વધુ રકમની લાંચ લેવાનો આરોપ હતો. કોર્ટે પરેશ પટેલને કેદ અને દંડની સજા ફરમાવવાની સાથોસાથ તેણે લાંચ પેટે મેળવેલી રકમ જપ્ત કરવા પણ આદેશ આપ્યો છે.
ન્યૂ જર્સીના ૫૫ વર્ષના પરેશ પટેલે એન્ટી કિકબેક સ્ટેચ્યુએટ ધારાનો ભંગ કરવા બદલ યુએસ ડિસ્ટ્રિકટ જજ મેરી કુપર સમક્ષ પોતાનો ગુનો કબુલ્યો હતો. આ કાયદો દર્દીઓની રક્ષા કરવા અને ફેડરલ હેલ્થ કેરમાં કોઇ છેતરપીંડી ના કરે એટલા માટે બનાવવામાં આવ્યો છે.
પરેશ પટેલે જેલની સજા ભોગવવા ઉપરાંત ૬૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે. તેમજ તેણે લાંચરૂપે સ્વીકારેલી રકમ સરકારમાં જમા કરાવવી પડશે. આમ પરેશ પટેલને ગેરકાનૂની માર્ગે નાણા મેળવવાની લાલચ મોંઘી પડી છે.
બદલામાં તેને મોટી લાંચ મળતી હતી. ન્યૂ જર્સીના પરેશ પટેલે અગાઉ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ મેરી કપૂર સામે લાંચ વિરોધી કાયદાનો ભંગ સાથે સંકળાયેલ તેનો ગૂનો કબૂલી લીધો હતો.
આ કેસમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને કોર્ટમાં કરેલા નિવેદન મુજબ, પરેશ પટેલ તેને ત્યાં મેડિકલ ચેકઅપ માટે આવતા દર્દીઓને તેના પરિચિત નીતા પટેલ અને કિર્તીશ પટેલની માલિકીની મોબાઇલ ડાયગ્નોસ્ટિક નામની લેબમાં મોકલતો હતો. આ રીતે લેબને દર્દીઓને રિફર કરવાના બદલામાં પરેશ પટેલે સપ્ટેમ્બર ૨૦૦૯થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીમાં ૧.૭૪ લાખ ડોલર કરતાં વધુ રકમ લાંચ પેટે મેળવી હતી.
લેબ માલિકો નીતા પટેલ અને કિર્તીશ પટેલ છે, અલબત્ત તેમને અને દોષિત પરેશ પટેલને કોઇ જ પારિવારિક સંબંધ નથી.
એટલું જ નહીં, નીતા અને કિર્તીશની કંપનીએ લાંચના ભાગરૂપે પરેશ પટેલનો પ્રોપર્ટી ટેક્સ પણ ભર્યો હતો અને તેના મકાનનું રિનોવેશન પણ કરાવી આપ્યું હતું. નીતા પટેલ અને કિર્તીશ પટેલને ગયા નવેમ્બરમાં દોષિત ઠેરવાયા હતા.


