ન્યૂ જર્સીમાં ફૂડ ડિલિવરીનું કામ કરતા ભરત પટેલ પર છરીથી હુમલો

Wednesday 05th October 2022 04:59 EDT
 
 

ન્યૂ યોર્ક: યુએસમાં વંશીય ભેદભાવના કારણે ભારતવંશી નાગરિકો પર હુમલાની ઘટનાઓ વધી છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના વતની એવા ભરત પટેલને એક રીઢા ગુનેગારે નિશાન બનાવીને છરીથી હુમલો કર્યો હતો. ન્યૂ યોર્કમાં ઈજાગ્રસ્ત ભરત પટેલને એ વખતે કોઈએ મદદ પણ કરી ન હતી.
ન્યૂ યોર્કના લોઅર ઈસ્ટસાઈડમાં ફૂડ ડિલિવરી એપ ઉબર ઈટ્સમાં ડિલિવરી મેનનું કામ કરનારા ગુજરાતી યુવાન ભરત પટેલ પર હુમલો થયો હતો. શોન કૂપર નામના આરોપીએ છરીથી ભરત પટેલને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ આરોપીની અગાઉ 100થી વધુ વખત અલગ અલગ ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. તે ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. થોડા સમય પહેલાં જ જામીન પર છૂટયા બાદ તેણે આ હુમલો કર્યો હતો. હુમલો કરીને ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
ભરત પટેલે કહ્યું હતું કે હુમલાખોરે એક પણ શબ્દ બોલ્યા વગર તેના પર છરીના ઘા ઝીંકી દીધા હતા. તેણે કોઈ જ ડિમાન્ડ કરી ન હતી. પૈસા જોઈએ છે કે બીજું કંઈ જોઈએ છે એવો કોઈ લૂંટનો ઈરાદો બતાવ્યો ન હતો. માત્ર નજીક આવીને અચાનક છરીના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકોમાંથી કોઈએ તેની મદદ કરી ન હતી. લોકો માત્ર તમાશો જોતા રહ્યા હતા. પોલીસ પણ નજીકમાં ક્યાંક હાજર ન હતી. એ મને મારી નાખવા જ આવ્યો હતો, પરંતુ મને એનું કારણ ખબર નથી. આ હુમલો વહેલી સવારે થયો હતો. એ પછી 9/11માં ફોન કરીને ભરત પટેલે હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
ડોક્ટરોએ કહ્યું હતું કે તેને ઈજા થઈ છે, પરંતુ બીજો કોઈ ખતરો નથી. પોલીસના કહેવા પ્રમાણે આ અંગે આરોપીને પકડીને તપાસ હાથ ધરાઈ છે. હુમલો વંશીય દ્વેષથી થયો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter