ન્યૂજર્સીમાં ગુજરાતીના સ્ટોરમાંથી 13 હજાર ડોલરની ચોરી

Saturday 11th October 2025 04:36 EDT
 
 

ન્યૂ જર્સી: એટલાન્ટિક કાઉન્ટીમાં આવેલી એગ હાર્બર ટાઉનશિપમાં એક ગુજરાતીના સ્ટોરના સેફમાં ડ્રીલ કરી 13 હજાર ડોલરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અહેવાલ અનુસાર M&S પ્રોડ્યુસ એન્ડ ડેઇલી આઉટલેટમાં 28 સપ્ટેમ્બરે આ ચોરી થઈ હતી. સ્ટોરના ઓનર દીપેન પટેલને ટાંકીને જણાવાયું હતું કે ચોર સિક્યોરિટી સિસ્ટમને બંધ કરીને હોલ પાડી સ્ટોરમાં ઘૂસી ગયા હતા. દીપેન પટેલે આશંકા વ્યક્ત કરી હતી કે આ ઘટનામાં જાણભેદુનો હાથ હોઈ શકે છે કારણ કે જે રીતે સિક્યોરિટી સિસ્ટમ બંધ કરીને ચોરી કરાઇ છે તે અજાણ્યા માટે મુશ્કેલ છે. સ્ટોરમાં ઘૂસેલા ચોર જ્યાં કેશ રખાતી હતી ત્યાં જ ગયા હતા અને કામ પતાવીને નીકળી ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter