પંકજ પટેલને ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી એનાયત

Monday 05th December 2022 04:24 EST
 
 

અમદાવાદઃ ફાર્મા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવાની કદરરૂપે ઝાયડસ લાઈફ સાયન્સીઝ લિમિટેડના ચેરમેન પંકજ આર. પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા ડોક્ટર ઓફ સાયન્સની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા પંકજ પટેલનું ડો. APJ કલામ ટેકનિકલ વિશ્વ વિદ્યાલય લખનઉની ડોક્ટર ઓફ સાયન્સની માનદ ડીગ્રી એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.  તાજેતરમાં લખનઉ ખાતે યોજાયેલા એક સમારંભમાં પંકજ પટેલને ડોક્ટરેટની માનદ ડીગ્રી એનાયત કરતી વેળા એક વક્તાએ જણાવ્યું હતું કે, પંકજ પટેલે દેશના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મહત્વપૂર્ણ અને નોંધપાત્ર યોગદાન આપવા ઉપરાંત એન્જિનીયરિંગ સહિત અન્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે તેમજ સામાજિક ક્ષેત્રે  પણ તેમનું મહત્વનું યોગદાન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંકજ પટેલની ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડમાં પાર્ટ ટાઈમ નોન-ઓફિશિયલ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. હાલ પંકજ પટેલ, બોર્ડ ઓફ ગવર્નન્સ એન્ડ સોસાયટી IIM, ઉદેપુરના ચેરમેન તેમજ IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના મેમ્બર છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter