પંચાયતની ચૂંટણીમાં પ૦ ટકા મહિલા ઉમેદવારોનો દબદબો રહ્યો

Wednesday 04th January 2017 05:10 EST
 
 

અમદાવાદઃ નોટબંધીના નિર્ણય બાદ ગુજરાતમાં મોટાપાયે યોજાયેલી ૮,૬૨૪ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો ૨૯ ડિસેમ્બરે જાહેર થયાં હતાં. સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણી કોઈ પક્ષના નિશાન પર લડાતી નથી, જોકે વિધાનસભા ચૂંટણી પહેલાના આ લિટમસ ટેસ્ટમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે પોતાની જીતના દાવા કર્યાં છે. ભાજપે ૮૦ ટકા પોતાના સમર્પિત ઉમેદવારોની જીત થઈ હોવાનો દાવો કર્યો છે. તો કોંગ્રેસે ૬૮ ટકાથી વધુ પોતાના સમર્થિત ઉમેદવારોની જીત થઈ હોવાનો દાવો કર્યો છે. આમ બંને પક્ષે જાતના દાવા કર્યા છે.
આગામી વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી અત્યારે ગ્રામપંચાયતની ચૂંટણી સર કરનારા સરપંચોનું માન-સન્માન અચાનક વધી ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર જીતેલા ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. તો વળી ક્યાંક હાર સહન ન થતાં ઘર્ષણની ઘટનાઓ સર્જાઈ હતી. ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ગુજરાતના કુલ ૧.૩૨ કરોડ મતદારોએ મદાધિકારનો ઉપયોગ કર્યો હતો એટલે કે ૮૦ ટકા જંગી મતદાન થવા પામ્યું હતું. હવે પરિણામો જાહેર થતાં ગ્રામ પંચાયતોમાં સૌ પ્રથમ વાર મહિલાઓનો દબદબો રહ્યો. ૫૦ ટકા કરતાં પણ વધુ મહિલા ઉમેદવાર રહેશે. કારણ કે ગ્રામપંચાયતમાં ૫૦ ટકા મહિલા અનામતનો પહેલી વાર અમલ થશે. સામાન્ય બેઠકો પરથી પણ મહિલાઓ ઝંપલાવ્યું હતું. જ્યારે નાટોનો પ્રયોગ પણ ગ્રામ પંચાયતમાં પહેલી વાર થવા પામ્યો હતો. રાજ્ય સરકારે વધુમં વધુ ગ્રામ પંચાયતો સમરસ એટલે બિનહરીફ બને તે માટે પ્રયાસો આદર્યા હતા. જોકે માંડ ૧૩૨૫ ગ્રામપંચાયતો સમરસ થઈ હતી. ૧૪૦૦ પંચાયતો સમરત કરવાના ટાર્ગેટ સુધી પણ સરકાર પહોંચી શકી નહોતી.
૮૦ ટકા જીતઃ ભાજપ
આ પરિણામોમાં ૮૦ ટકા સરપંચો ભાજપના ચૂંટાયાનો દાવો ગુજરાત ભાજપ પ્રમુખ જીતી વાઘાણીએ રજૂ કર્યો હતો. ચૂંટણી અગાઉ રાજ્યની કુલ ૧૪૦૭ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. તે તમામ સરપંચો ભાજપના હતા. તો અા અંગે ગુજરાત કોંગ્રેસ દાવો કર્યો છે કે, ૬૮ ટકાથી વધુ પંચાયતો પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે. નોટબંધીના લીધે ભાજપને ફટકાર થઈ છે એવું કોંગ્રેસે કહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter