હ્યુસ્ટનઃ ગુજરાતના પટેલ પરિવારને અમેરિકામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના હોસ્ટનમાં ગુજરાતના પટેલ પરિવારની કારને અમેરિકામાં માતા-પિતાની નજર સામે જ બે દીકરાઓએ દમ તોડ્યો હતો. આ દુ:ખદ ઘટનાને કારણે તાપીના વાલોડના બાજીપૂરા ગામમાં શોક છવાયો છે. બાજીપૂરાનો પટેલ પરિવાર અમેરિકામાં રહે છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે તાપીના અમેરિકામાં ભારતીય મૂળના બે ભાઈઓનું કાર અકસ્માતમાં કરુણ મોત થયું છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બાજીપૂરા ગામનો વતની પટેલ પરિવાર વર્ષોથી અમેરિકાના ઓહિયો પ્રાંતમાં સ્થાયી થયો છે અને વર્ષોથી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ધર્મેશભાઈ સુરેશભાઈ પટેલના પરિવારને અમેરિકાના હોસ્ટનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગત ૧૨મી ડિસેમ્બરની રાત્રે તેઓ તેમના પત્ની અને પુત્રો નિલ (૧૯) રવિ (૧૪) સાથે મોટેલ થઈ ઘરે જવા કારમાં નીકળ્યા હતા.
આ સમયે અમેરિકાના હોસ્ટનના હાઇવે નં આઈ-૬૯ પર કામ ચાલતું હોવાથી તેમની કાર કતારમાં ઉભી રાખી હતી. તે દરમિયાન પાછળથી પુરઝડપે આવતી કાર અથડાતા પટેલ પરિવારની કારનો ખુરદો બોલી ગયો હતો.
પોલીસ અને ફાયર-બ્રિગેડ ટીમે તમામને કારમાંથી બહાર કાઢયા હતા. અકસ્માતમાં ધર્મેશભાઈના બે પુત્રો પૈકી નિલનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું, જ્યારે રવિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. બે સગાભાઈઓના મોતને લઈને બાજીપૂરામાં શોકની કાલિમા ફેલાઈ હતી.