ગાંધીનગરઃ અમદાવાદ રિવરફ્રન્ટના આંગણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સનો પ્રારંભ થયો હતો. ઋષિકુમારોએ સૂર્યવંદના કરી હતી, તો મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના બે હજાર વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન રજૂ કર્યું હતું. આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૩૨ દેશોના ૧૧૩ અને ૧૦ રાજ્યોના ૫૦ મળીને કુલ ૧૬૩ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. પતંગત્સવના પ્રારંભની સાથે જ આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવવાની શરૂઆત કરી હતી.
આ તબક્કે વિવિધતામાં એકતા ધરાવતાં આપણ સમાજમાં સૌ સાથે મળીને વિકાસ માટે ખભેખભે મિલાવીને કામ કરે તે જરી જ આવશ્યક છે એમ રાજ્યપાલે જણાવ્યું હતું. તેમણે પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ સંવાદિતા સાધીને જીવનને ઊંચાઈઓ પાર કરાવી શકાય છે એમ પણ કહ્યું હતું. સાથોસાથે તેમણે ઉત્તરાયણ અને ૨૦૧૭ના નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.


