પત્નીના હત્યારા ભદ્રેશ પટેલને પકડવા હવે 10 લાખ ડોલરનું ઇનામ

Saturday 21st March 2026 01:38 EDT
 
 

ન્યૂયોર્ક: ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ 2015માં પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા ભારતીય નાગરિકની માહિતી આપનાર માટે ઇનામની રકમ 2.5 લાખ ડોલરથી વધારી 10 લાખ ડોલર કરી હોવાનું એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લે 35 વર્ષીય ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલ ન્યૂજર્સીનાં નેવાર્કમાં રહેતો હતો. ભદ્રેશ પટેલે 12 એપ્રિલ, 2015નાં રોજ પોતાની પત્નીની હત્યા કરી હતી. પતિ અને પત્ની બન્ને એક સંબંધીની શોપમાં નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા. ભદ્રેશ એફબીઆઇનાં 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુની યાદીમાં સામેલ છે. એફબીઆઇએ મંગળવારે જાહેરાત કરી હતી કે ભદ્રેશકુમાર અંગે માહિતી આપનાર વ્યકિતને ઇનામ તરીકે 10 લાખ ડોલર અપાશે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ભાગેડૂ ચેતન અંગે માહિતી આપનાર માટે 1 લાખ ડોલરનું ઇનામ રખાયુ હતું. ત્યારબાદ ઇનામની રકમ વધારી 2.5 લાખ ડોલર કરાઇ હતી. અને હવે ઇનામની આ રકમ વધારી 10 લાખ ડોલર કરી દેવાઇ છે. ચેતન પટેલ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર, સેકન્ડ ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડિગ્રી અસોલ્ટ, સેકન્ડ ડિગ્રી અસોલ્ટ, ઇજા પહોંચાડવાનાં હેતુ માટે ખતરનાક શસ્ત્રો રાખવાનો આરોપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter