અમદાવાદઃ શહેરની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર નીમા (નામ બદલ્યુ છે)એ તેના પતિ સામે એસ્કોર્ટ ગર્લ બનવા માટે દબાણ કરતા હોવાની પોલીસ ફરિયાદ કરતાં પતિએ આગોતરા જામીન માગ્યા છે. પતિ આયવન (નામ બદલ્યું છે) હાલ યુકેમાં હોવાનું મનાય છે. અહેવાલ પ્રમાણે નીમાના પ્રેમલગ્ન મેંગ્લોરના આયવન ડિસોઝા સાથે થયાં હતાં. લગ્ન પછી આયવનને દોહા કતારમાં તબીબ તરીકે નોકરી મળી હતી.
થોડા સમય પછી તેણે નીમા અને દીકરાને દોહા બોલાવ્યા હતા. આયવન દોહામાં ઐય્યાશ બની ગયો હતો. તે રોજ કેફી પીણું પીને વારંવાર નીમા પાસે પૈસા માગતો હતો. નીમા નાણાં ન હોવાનું કહેતી તો આયવન તેને એસ્કોર્ટ ગર્લ બની પૈસા કમાવાનું કહેતો. આયવને ઘણી વખત નીમા પર દબાણ કર્યું હતું કે તે એસ્કોર્ટ ગર્લ બની જાય. નીમાએ ના કહેતાં માર મારીને કાઢી મૂકી હતી. નીમાએ અમદાવાદ આવીને પતિ અને સાસરિયાં સામે પોલીસ ફરિયાદ કરી છે. દરમિયાન આયવન ભાગીને યુકે પહોંચ્યો છે અને તેણે ધરપકડથી બચવા આગોતરા જામીન માગ્યા છે.

