પત્નીપીડિત પતિઓ માટે સંસ્થા ચલાવતા દશરથ દેવડા અપક્ષ ઉમેદવાર

Sunday 10th December 2017 06:19 EST
 
 

અમદાવાદ: અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પરથી પત્ની પીડિત દુઃખી પતિઓ માટેની સંસ્થા ચલાવતા દશરથ દેવડાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. પહેલી વાર ચૂંટણીમાં ઝુકાવતા ઉમેદવારનું ચૂંટણી લડવાનું કારણ છે કે, નરોડામાં પત્ની પીડિત દુઃખી પતિઓની સંખ્યા વધારે છે. એટલે તેમને ન્યાય અપાવવા ઉમેદવારી કરી છે. હવે તેમના માટે પ્રચાર કરવા તમામ દુઃખી પતિઓ ભેગા થઈ રહ્યા છે. રવિવારે નરોડા વિધાનસભા મત વિસ્તારમાં આ દુઃખી પતિઓએ ૧૦ કિલોમીટર સુધીનો રોડ શો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter