પદ્મ પુરસ્કારથી સન્માનિત આઠ ગુજરાતી રત્નો

Friday 03rd February 2023 05:28 EST
 
 

ભારતના 74મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આમાં ગુજરાતમાં વસતાં આઠ વિશિષ્ટ વ્યક્તિત્વનો પણ સમાવેશ થાય છે. અહીં આ તમામ મહાનુભાવોના કાર્યક્ષેત્રની ઝલક રજૂ કરી છે.

• બાલકૃષ્ણ દેશી

(સ્થાપત્ય કળા)
પ્રિટ્ઝકર પ્રાઇઝથી સન્માનિત જાણીતા સ્થપતિ. સન્માન જાહે૨ થયાના આગલા દિવસે નિધન થયું.

• હેમંત ચૌહાણ (લોકગાયક - ભજનિક)
ધાર્મિક, અધ્યાત્મિક ગીત, ભજનોના જાણીતા ગાયક. દેશવિદેશમાં તેમણે અનેક શો કર્યા છે.

• ભાનુભાઈ ચિતારા (કલમકારી કળા)
ચુનારા સમાજની કલમકારીઓની સાતમી પેઢીના સભ્ય. માતાની પછેડીની 400 વર્ષ જૂનની કળાનું જતન.
• પરેશ રાઠવા (પિઠોરા કળા)
પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા છોટા ઉદેપુરના કળાકાર. દુનિયાભરમાં 30 પ્રદર્શન કર્યા છે.

• હિરાબાઈ લોબી (સમાજ સેવા)
સીદી સમાજના ઉત્થાન માટે સમર્પિત સામાજિક કાર્યકર. બાલવાડીઓ અને મહિલા મંડળના સ્થાપક.

• અરીઝ ખંભાતા (વેપાર-ઉદ્યોગ)
જાણીતા ઉદ્યોગપતિ. મરણોપરાંત સન્માન મેળવશે. સામાજિક કાર્યો માટે પણ નોંધપાત્ર યોગદાન.

• પ્રો. મહેન્દ્ર પાલ (વિજ્ઞાન-ટેકનોલોજી)
વેટરનરી સાયન્સ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન. આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે.

• મહિપત કવિ (કઠપૂતળી કળા)
મહિપત કવિ કઠપૂતળી કળાના જાણીતા ક્લાકાર છે. 45 વર્ષમાં કઠપૂતળીના 1200થી વધુ શો કર્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter