પદ્મવિભૂષણ આગાખાને ગુજરાતની મુલાકાત લીધી

Wednesday 28th February 2018 06:12 EST
 
 

ગાંધીનગરઃ શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના આધ્યાત્મિક વડા પદ્મવિભૂષણ આગાખાન ૨૨મીએ ૨૨મીએ ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, તેઓ ૨૦મી ફેબ્રુઆરીથી ભારતની ૧૦ દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની મુલાકાત બાદ ગુજરાત પહોંચ્યા હતા. તેઓએ રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે બેઠક કરી હતી. આગાખાનને મુખ્ય પ્રધાને કલાત્મક છબિ ભેટ આપી હતી. ઈસ્માઈલી સમાજના અનુયાયીઓને ‘ડાયમંડ જ્યુબિલી’ પ્રસંગે તેઓની મુલાકાતના લાભની જાહેરાત અગાઉથી જ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter