અમદાવાદઃ ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે ૧૧,૦૦૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન બગોદરા નજીક કરાયું છે. સાત દિવસીય મહાયજ્ઞ વર્ષ ૨૦૧૯માં ૧૦થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ આહુતિ તેમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મહાયજ્ઞના આયોજન માટે ૨૭મી મેએ જગન્નાથજી મંદિરના ઓડિટોરિયમમાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કોર્પોરેટ જગતના ઉદ્યોગપતિઓ, સ્વૈચ્છિક સંસ્થાના વડાઓ તથા સાાજિક આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે મુખ્યઅતિથિ વિશે, તરીકે પી. કે. લહરી (પૂર્વ ચિફ સેક્રેટરી, ગુજરાત), નરેન્દ્રસિંહ ઝાલા (ડિરેક્ટર, ફિલ્મ સિટી), ગૌરાંગ ભગત (પ્રમુખ, મસ્કતી માર્કેટ) અને ન્યૂ ક્લોથ માર્કેટ, કમિટી મેમ્બર જીસીસીઆઈ), મહેન્દ્રભાઈ ઝા (ટ્રસ્ટી જગન્નાથ ટેમ્પલ કમિટી) દિલીપભાઈ શાહ, હિરેનભાઈ વ્યાસ, અગ્રણી મહિલા માર્ગદર્શક રૂઝાન ખંભાતાએ હાજરી આપી હતી. સાત દિવસીય મહાયજ્ઞમાં ૫૦,૦૦૦ વધુ યજમાનો જોડાશે અને સાત લાખથી વધુ લોકોને દર્શન પ્રસાદનો લાભ મળશે.

