પાંચ પાટીદાર સામેના કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય

Wednesday 24th April 2019 07:28 EDT
 

અમદાવાદઃ પાટીદાર આંદોલનમાં રામોલમાં તોફાન બદલ પાંચ પાટીદાર વિરુદ્ધ નોંધાયેલા કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવા કરાયેલી અરજી એડિશનલ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. પાટીદાર અનામત આંદોલનમાં અમદાવાદ સહિત રાજ્યમાં પાટીદારોએ સરકારી મિલકતોની તોડફોડ કરી હતી. તે વખતે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં પાટીદારો વિરુદ્ધ ૬ કેસ નોંધાયા હતા. જેમાંથી એક જુવેનાઇલ વિરુદ્ધ હોવાથી મેટ્રો કોર્ટમાંથી પરત ખેંચાયો હતો.
જ્યારે પાંચ કેસ પૈકી ૪ કેસ સેશન્સ કોર્ટમાંથી પરત ખેંચાયા છે. ઉલ્લેખનીય છે કે રામોલમાં સરકારી મિલકતની તોડફોડ બદલ ઉમેશ ભરતભાઈ પટેલ, પ્રતીક મનસુખભાઈ મિસ્ત્રી, રાજેશ ભવાનભાઈ પટેલ, રાજેશ શંકરભાઈ પટેલ અને સંજયકુમાર રસિકલાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter