પાકિસ્તાનથી આવેલા તીડના ટોળાંનો ગુજરાતના ખેતરો પર આક્રમક હુમલો

Friday 12th July 2019 08:15 EDT
 

અમદાવાદઃ પાકિસ્તાનથી આવેલા અસંખ્ય તીડના ઝૂંડ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ખેતી ઉપર ત્રાટકતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતો દ્વારા આ બાબતની જાણ ખેતીવાડી વિભાગને કરતાં તંત્રએ એલર્ટ જાહેર કરીને સર્વે હાથ ધર્યો છે. કરોડોની સંખ્યામાં આવેલા તીડ ખેતીને ખતમ કરી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. રાજસ્થાન બાદ ગુજરાતના સરહદી ગામોમાં તીડનું આક્રમણ થયું હોવા છતાં રાજ્ય સરકાર ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે. જુલાઈના પહેલા અઠવાડિયાથી પાકિસ્તાનથી આવેલા અસંખ્ય તીડના ટોળાના આતંકથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter