પાકિસ્તાનમાંથી મુક્ત થયેલા ૧૦૦ માછીમારો વેરાવળ પહોંચ્યા

Wednesday 01st May 2019 06:55 EDT
 

વેરાવળ: પાકિસ્તાન દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં ૩૦૦ માછીમારોને મુક્ત કરાયા છે. તાજેતરમાં જ બે તબક્કામાં પાકિસ્તાને ૨૦૦ માછીમારોને મુક્ત કર્યા. ૧૦૦ માછીમારોને તા. ૨૨ના રોજ મુક્ત કરાયા બાદ તેઓ વેરાવળ આવ્યાં હતા. તેઓનું લાંબા સમય સુધી ઇન્ટ્રોગેશન કરાયું હતું. આ માછીમારોને ઇન્ટ્રોગેશન બાદ ફિશરીઝ કચેરી લઈ જવાયા હતા. જ્યાં વહેલી સવારથી તેઓના પરિવારજનો ફુલહાર અને મીઠાઈ સાથે વાટ જોઈ રહ્યા હતા. લાંબા સમય બાદ પરિવાર સાથે ભેટો થતાં બધાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter