પાકિસ્તાની હિંદુઓ સહિત ૯૦ને ભારતીય નાગરિકત્વ

Wednesday 27th June 2018 07:25 EDT
 

અમદાવાદઃ કલેકટર કચેરીમાં ૨૨મી જૂને કલેકટર વિક્રાંત પાંડેના હસ્તે પાકિસ્તાની હિંદુઓ સહિત અન્ય મળી કુલ ૯૦ અરજદારોને ભારતીય નાગરિક્તવના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જેમા ૨૦ સગીર અરજદારો છે. અત્યાર સુધીમાં ૩૨૦ જેટલા અરજદારોને ભારતીય નાગરિકતા અપાઈ છે.
કલેકટરે જણાવ્યું હતું કે, હવે ૧૫૦ જેટલી અરજીઓ પેન્ડિંગ છે. જેનો છ મહિનામાં જ નિકાલ કરાશે. પાકિસ્તાનની દોઝખભરી જિંદગી છોડી પાક. હિંદુઓ વસવાટ માટે ભારત આવે છે અહીં લાંબાગાળાના વિઝા મેળવ્યા બાદ ૭ વર્ષની મુદત પૂર્ણ થાય એટલે કટેલકટ કચેરીમાં ભારતીય નાગરિકત્વાતાની અરજી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter