અમદાવાદઃ પાકિસ્તાની હેકર્સે પાંચમી ફેબ્રુઆરીએ સવારે ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર સાઇબર એટેક કર્યો હતો. હેકર્સે વેબસાઇટ પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લખ્યા હતા. તેમજ તેઓ કાશ્મીર બાબતે ભારતને ચેતવણી આપવા માગતા હોવાના મેસેજ વેબસાઇટનું સંચાલન કરતી એનઆઇસીએ તેને તત્કાલ દુરસ્ત કરી ખતરામુક્ત કરી હતી. હેકર્સ દ્વારા સાઇટ પર એવું લખાણ મુકાયું હતું કે, ‘આ વેબસાઇટ ફૈઝલ ૧૩૩૭ દ્વારા હેક કરવામાં આવી છે. અમે પાકિસ્તાની સાઇબર એટેક ટીમ છીએ. તમે જાણો છોકે, તમારા કહેવાતા હીરો એટલે કે સૈન્યના જવાનો કાશ્મીરમાં શું કરી રહ્યા છે.
તમે જાણો છો કે, તેઓ અનેક નિર્દોષોને મારી રહ્યા છે, આ હુમલામાં કંઈ (ડેટા) ડિલિટ નથી કરતા કે અમે કંઈ ચોરી પણ નથી કરતા. માત્ર ભારતના લોકોને અને તેમની સરકારને એક સંદેશા મોકલવા ઇચ્છીએ છીએ. સુરક્ષા ક્યાં છે, સુરક્ષા માત્ર આભાષી જ છે.’ હેકર્સ વેબસાઇટ પર પાકિસ્તાન ઝીંદાબાદના નારા લખ્યા હતા. સવારે વેબસાઇટ ખોલતા જ આ મેસેજ જોવા મળ્યા હતા.

