પાટડીના રણમાં જળસંકટ વધ્યું

Thursday 14th May 2020 15:19 EDT
 
 

પાટડી: તાલુકાના ૫૫૦૦ની વસ્તી ધરાવતા ઓડું ગામના ગ્રામજનો ધોમધખતા તાપમાં ગામના તળાવમાં આવેલા વિરડામાંથી પાણી લેવા મજબૂર બન્યા છે. વિરડામાં પાણી ઓછું થતાં નાના નાના ભુલકાંઓને બંને હાથ પકડી આ ૧૫ ફૂટ ઊંડા વિરડામાંથી જીવના જોખમે પાણી લેવાની પરિસ્થિતિ છે. આ અંગે ઓડું ગામના મહિલા સરપંચ લક્ષ્મીબહેન ભગાભાઇ નગવાડિયાએ જણાવ્યું કે, ગામમાં નવો બોર બન્યા છે, પણ લોકડાઉનના લીધે કલેક્શન અને મોટર ઉતારવાનું કામ બાકી છે. પીવાના પાણીના ટેન્કર ચાલુ કરવા વિનંતી કરતા એમણે જવાબ આપ્યો કે, હજી અછત જાહેર કરાઇ નથી એટલે ટેન્કર ચાલુ કરી ના શકીએ. આથી ગામની મહિલાઓને વિરડામાંથી પાણી ઉલેચવાની સ્થિતિ આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter