ગાંધીનગરઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પટેલ યુવાનોના પરિવારોને રૂ. ૧-૧ કરોડની સહાય આપવાની જાહેરાત પાટીદાર તબીબોના નવા રચાયેલા સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટે કરી છે. અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પક્ષો અને પાટીદાર સંગઠનોએ રૂ. ચાર લાખ સુધીની સહાયની કરી હતી.
આંદોલન આગળ વધતા ગત સપ્તાહે ભાવનગરમાં મૃતકોને અંજલી આપવા ડાયરો યોજાયો હતો. જેમાં આંદોલનમાં મૃત્યુ પામેલા નવ યુવકોના પરિજનોને ગુજરાતના પાટીદાર ડોકટરો દ્વારા કુલ રૂ. નવ કરોડની સહાય જાહેર થઇ છે. રાજકોટમાં આત્મહત્યા કરનાર ઉમેશ ભાલાળાના પરિજનોને પણ આ સહાય આપવામાં આવશે.
આ અંગેનો નિર્ણય અમદાવાદમાં ગુજરાતભરના પાટીદાર તબીબોના રચાયેલા સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટની મળેલી પ્રથમ બેઠકમાં લેવાયો હતો.
નવ મૃતક પાટીદાર
• શ્વેતાંગ પટેલ • મહેશભાઇ પટેલ • નિમેશભાઇ પટેલ
• સિદ્ધાર્થ પટેલ • મનીષભાઇ પટેલ • ગિરીશભાઇ પટેલ
• નીસીજ પટેલ • કનુભાઇ પટેલ • ઉમેશભાઇ પટેલ