અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દસ સ્મોલ બેન્કોને માઇક્રો ફાઇનાન્સના હેતુથી લાયસન્સ આપ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી બેન્ક ડિપોઝીટ ઉપાડી ‘પટેલ મની પાવર’ સાબિત કરવા ઇચ્છતા પાટીદારોએ પોતાની આગવી બેન્ક બનાવવાની વ્યૂહરચના ઘડી હોવાની ચર્ચા થઇ રહી છે. બીજી તરફ, આંદોલનના બીજા તબક્કામાં આર્થિક ક્ષેત્રે સરકારને મોટો ફટકો આપે તેવી પરિસ્થિતિની નિર્માણ કરવાની યોજના છે, તેમાં પાટીદારોને પણ કોઇ આર્થિક નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે ૮૪ ગામના પાટીદાર આગેવાનો દ્વારા ફક્ત પાટીદારોના લાભાર્થે નવી સહકારી બેન્ક શરૂ કરવાની વિચારણા હાથ ધરી છે.

