ગાંધીનગરઃ પાટીદાર આંદોલન હળવું પડી ગયું છે તો બીજી બાજુ દલિત આંદોલનમાં રવિવારે જ મહાસંમેલન મળ્યું હતું. આ મહાસંમેલન પૂરું થતાની સાથે જ રાજ્ય સરકારે એવી જાહેરાત કરી કે પાટીદારો સામેના ૯૦ ટકા કેસ પરત ખેંચવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના સૂત્રોના કહ્યા પ્રમાણે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અગાઉ પ્રવક્તા પ્રધાન નીતિન પટેલ દ્વારા સરકાર વતી કરાયેલી જાહેરાતને ચરિતાર્થ કરવા માટે વિભાગીય કક્ષાએ અને તેમની કક્ષાએ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. છેલ્લી સમીક્ષા બેઠક ૨૯મી જુલાઈ, ૧૯૧૬ના રોજ હાથ ધરી હતી અને સહાનુભૂતિપૂર્વક તમામ કેસને પાછા ખેંચવા માટે વિચારણા હાથ ધરી હતી. આંદોલનમાં કરાયેલા ૪૩૮ પૈકી ૩૯૧ કેસ પરત ખેંચાતા હવે ગંભીર ગુનાના કહી શકાય તેવા ૧૦ ટકા કેસ બાકી છે.


