ગાંધીનગરઃ કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોરચાની સ્થાપના કરનારા શંકરસિંહ વાઘેલાએ ૨૦૧૭ની ચૂંટણીમાં ટ્રેક્ટરના નિશાન સાથે ઝંપલાવવાની જાહેરાત કરી છે. તેમનો પક્ષ રાજસ્થાનની ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન પાર્ટી સાથે જોડાણ કરશે અને બન્ને પક્ષ ૧૮૨ સીટ પર ચૂંટણી
લડશે. શંકરસિંહે મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તેમની સરકાર બનશે તો પાટીદારોને ૨૫ ટકા અનામત આપશે.


