પાસપોર્ટ માટ હવે પોલીસ વેરિફિકેશન નહીં

Wednesday 04th July 2018 07:47 EDT
 
 

વડોદરા: પાસપોર્ટ મટે હવે પોલીસ વેરિફિકેશનમાંથી મુક્તિ અપાઈ છે. અરજદાર હવે પાસપોર્ટની અરજી કરશે તે તેના ઘરે પોલીસ વેરિફિકેશન માટે નહીં આવે અથવા અરજદાર પોલીસ સ્ટેશનમં પણ જવું નહીં પડે. પાસપોર્ટ વિભગે ગુજરાત પોલીસને અરજદારની આઇડેન્ટિટી, ડોક્યુમેન્ટ અને એડ્રેસ વેરિફિકેશન કરવાની જવાબદારીમાંથી મુક્તિ આપી છે. હવે પોલીસ માત્ર અરજદારનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે કેમ તેની તપાસ કરશે. વેરિફિકેશનના બહાને પોલીસ અરજદાર પાસેથી રૂપિયા પડાવતી હોવાની ફરિયાદ વધી જતાં પાસપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter