પાસપોર્ટ માટે દસ્તાવેજોનું ડીજી લોકરમાંથી વેરિફિકેશન થશે

Monday 08th February 2021 13:53 EST
 

અમદાવાદઃ વિદેશ બાબતોના મંત્રાલયે પાસપોર્ટ સેવાને વધુ લોકભોગ્ય બનાવવાના ભાગરૂપે હવે પ્રત્યક્ષ દસ્તાવેજોનો ઉપયોગ ઓછો અને ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધવાના પ્રયાસ શરૂ કર્યાં છે. હવે અરજદાર તેનો પાસપોર્ટ પોતાના દસ્તાવેજોને ડીજી લોકરથી લિંક આપીને ક્યાંય પણ મોકલી શકશે. આનાથી અરજદારને ફિઝિકલ ડોક્યુમેન્ટ રજૂઆતમાંથી મુક્તિ મળશે. અરજદાર પાસપોર્ટ માટે અરજી કરતી વખતે સરકારી એજન્સી દ્વારા અપાયેલાં દસ્તાવેજોને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ડીજી લોકર એકાઉન્ટથી રજૂ કરી શકશે. અરજદાર તે માટે જાતે ડેક્લરેશન કરી શકે અથવા સ્ક્રીન પરના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. અરજદાર પાસપોર્ટ સેવા કેન્દ્ર કે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લે ત્યારે અધિકારી દસ્તાવેજો વેરિફિકેશન માટે ડીજી લોકરનો ઉપયોગ કરશે. સરકારી દસ્તાવેજોને ઓરિજનલ ડોક્યુમેન્ટ તરીકે જ લેવાશે, જેથી હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાની જરૂર નહીં રહે.
પાંચ ડોક્યુમેન્ટ
• ધોરણ-૧૦ની માર્કશીટ-સર્ટિફિકેટ
• પાન કાર્ડ
• ડ્રાઇવિંગ લાઇસન્સ
• ઇલેક્શન કાર્ડ
• ઇ-આધારકાર્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter