રાજકોટ: ઔતિહાસિક અને આધુનિક સમયના ભારતના ૨૦૦ ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિનાં સ્થળ શોધનારા ગુજરાતના પૂર્વ પુરાતત્ત્વવિદ વડા પી. પી. પંડ્યાને SGVP ગુરુકુળના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હોવાના ૨૮મીએ અહેવાલ હતા. ભારતના શ્રેષ્ઠ પુરાતત્ત્વવિદ હોવા છતાં તેમણે સૌરાષ્ટ્રની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ઉના પાસે મચ્છુન્દ્રીના કિનારે, દ્રોણેશ્વર મહાદેવ તથા હનુમાનજી મહારાજની સાંનિધ્યમાં પવિત્ર પુરુષોતમ માસમાં ચાલી રહેલા ઓનલાઇન કથા પ્રસંગે એકાદશીના પાવનકારી દિવસે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ પી. પી. પંડ્યાને અર્પણ કરાયો હતો. પી. પી. પંડ્યાના પુત્ર પીયૂષ પંડ્યાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.