પીપીએફ અને સિનિયર સિટિઝન સ્કીમના વ્યાજ દરમાં વધારો કરાયો

Wednesday 18th December 2019 05:38 EST
 

અમદાવાદ: ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સિનિયર સિટિઝન સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જોકે સુકન્યા સમૃદ્વિનો વ્યાજ દર ૮.૪ ટકા યથાવત્ રખાયો છે. અત્યાર સુધી આ ત્રણેય યોજનમાં દર ત્રણ મહિને વ્યાજ નક્કી કરાતો હતો. જોકે, હવે પીપીએફ પર ૭.૯ અને સિનિયર સિટિઝન બચત યોજના પર ૮.૬ ટકા નિયત દરેક વ્યાજ મળશે. સરકારે આ ત્રણેય યોજનાઓનો વ્યાજદર ગેઝેટમાં પ્રસિદ્વ કર્યો છે. અત્યાર સુધી આ યોજનાઓમાં અને તેના વિષયોમાં વ્યાજના દર દર્શાવેલા ન હતા, પરંતુ ડિસેમ્બરથી ગેઝેટમાં જાહેર કરાયેલા નવા જૂના નિયમો અને નવો દર લાગુ પડશે. આ યોજનામાં જૂના નિયમો અને ફોર્મ્સ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા છે. ફોર્મમાં હવે આધાર નંબર, પાન નંબર, જન્મ સર્ટિ. ઇશ્યૂ કરનારી સંસ્થાના નામનું કોલમ ઉમેરાયું છે. ખાસ કરીને પીપીએફમાં પ્રિમેચ્ચોર ઉપાડની વ્યવસ્થા મૃત્યુ સિવાય નહોતી.
હવે તેમાં પાંચ વર્ષ પછી ઉપાડની સુવિધા અપાઈ છે. જોકે પરિજનની ગંભીર બીમારી કે બાળકોનાં ભણતર માટેની જરૂરિયાત હોય અથવા પરદેશ ગમનના સંજોગોમાં ૧ ટકા વ્યાજ કાપીને રકમ અપાશે. પીપીએફ ખાતામાં ૧૫ વર્ષે પછી પાંચ વર્ષનું એક્સેટેન્શન ગમે તે વખતે લઇ શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter