પુત્રનું સાહસ ઈશ્વરીય કૃપાઃ પિતા ભુપેન્દ્રભાઇ

Thursday 08th October 2026 06:41 EDT
 
 

અબુધાબી: ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટનાના હીરો પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરના માતાપિતાને કોકપીટમાં ખેલાયેલા ખૂની ખેલ અને તેના સાહસની જાણ થઈ તો પહેલાં તેઓ ડરી ગયા, પરંતુ પછી સીધા મંદિરે જઈને પુત્રની સલામતીની પ્રાર્થના કરી. કેપ્ટન સ્મિતના પિતા ભૂપેન્દ્રભાઇ મચ્છરે કહ્યું, પુત્રનું આ અદમ્ય સાહસ ઈશ્વરની કૃપા છે. આ પ્રકારની સ્થિતિ માટે કોઈ તાલિમ અપાતી નથી. આ ભગવાનની કૃપા અને તેની આત્મિક તાકાત હતી, જેણે આ સંકટનો સામનો કર્યો. તેના મનમાં બસ એક જ વાત હતી કે પાછળ બેઠેલા કોઈ પ્રવાસીઓના જીવ ના જવા જોઈએ. આ સમગ્ર દુનિયા માટે ગૌરવની વાત છે, પરંતુ એક સાધારણ પરિવાર હોવાના કારણે સિસ્મિતની પત્ની તથા અમારા બધા માટે સ્મિતનું સ્વાસ્થ્ય સૌથી મોટી પ્રાથમિક્તા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter