અમદાવાદઃ મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યા પછી તરત જ ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે, મને ભાજપમાં જોડાવા માટે રૂ. એક કરોડની ઓફર થઇ હતી. જેના ટોકન સ્વરૂપે રૂ. ૧૦ લાખ પાસના કાર્યકર વરુણ પટેલની મધ્યસ્થીથી મને અપાયા પણ છે, પણ મને ખરીદી શકાશે નહીં ભાજપને ખુલ્લું પાડવા મેં આ નાટક કર્યું હતું. ૨૩મીએ ફરી નરેન્દ્ર પટેલે કહ્યું કે, મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે કે ભાજપે મને ખરીદવા કોશિશ કરી છે. જો ભાજપના નેતામાં તાકાત હોય તો તેઓ પુરાવા રજૂ કરે પછી હું ઓડિયો ક્લિપ જાહેર કરીશ.


