કેન્દ્રીય પ્રધાન મંડળમાં ૧૮ વર્ષ પછી અમરેલી જિલ્લાને સ્થાન મળી રહ્યું હોઈને કેન્દ્રીય પ્રધાન મંડળમાં પુરુષોત્તમ રૂપાલાની શપથવિધિ પૂર્ણ થયા બાદ અમેરિલી જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજકમલ ચોક ખાતે આતશબાજી થઈ છે. રૂપાલા હોદ્દાના શપથ લીધા બાદ પાંચમીએ ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા હતા ત્યારે એરપોર્ટ પર જ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.


