પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ રાજી

Monday 04th January 2021 05:48 EST
 

નવી દિલ્હીઃ ગુજરાત પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રાજી થઇ ગઇ હોવાના અહેવાલ ચોથી જાન્યુઆરીએ હતા. આ મુદ્દે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સુનાવણી થશે. સંજીવ ભટ્ટે પોતાની આજીવન કારાવાસની સજા રદ કરવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, એમ. આર. શાહ અને આર. સુભાષ રેડ્ડીની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. આ કેસ ૧૯૯૦નો છે. એ વખતે જામજોધપુરના પ્રભુદાસ વૈષ્ણાતીનું પોલીસ અટકાયતમાં મૃત્યુ થઇ ગયું હતું. આ મુદ્દે જામનગરની અદાલતે જૂન ૨૦૧૯માં સંજીવ ભટ્ટને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter