સિદ્ધપુર: ભાજપમાંથી તાજેતરમાં રાજીનામું આપનારા પૂર્વ આરોગ્યમંત્રી તથા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસ ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે સિદ્ધપુરમાં કોંગ્રેસ માટે પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. જયનારાયણ વ્યાસે ભાજપમાંથી 20 દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું. તે સિદ્ધપુર બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારને મોટી લીડથી જીતાડવા હાકલ કરી હતી. બીજી તરફ જયનારાયણ વ્યાસે ભાજપ ઉપર આકાર પ્રહારો કર્યા હતા.


