અમદાવાદઃ લોકસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યાં છે. આ જોતાં હાઇકમાન્ડના આદેશને પગલે ગુજરાત કોંગ્રેસમાં ડેમેજકંટ્રોલ કવાયત શરૂ થઈ છે અને પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ તેમના ૨૦૦થી વધુ કાર્યકરો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયાં છે. સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિહ અગાઉ કોંગ્રેસ દ્વારા ટિકિટ કપાતા નારાજ થયા હતા. અને રાજીનામું આપ્યું હતું.

