પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ભાગેડુ જાહેર કરાયા

Wednesday 20th June 2018 07:09 EDT
 
 

અમદાવાદઃ રૂ. ૧૨ કરોડના બીટકોઇન બળજબરીથી પડાવી લેવાના અને અપહરણ કરવાના કેસમાં બે સમન્સનો અનાદર કરી છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને સેશન્સ કોર્ટે આખરે ભાગેડુ જાહેર કરવાનો આદેશ કર્યો છે અને ૩૦ દિવસમાં કોર્ટ અથવા સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર કરવાનો નિર્દેશ કર્યો છે. આ કેસમાં જેલમાં બંધ એડવોકેટ કેતન પટેલના નાના ભાઇ જતિન પટેલ વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ કઢાયું છે.
સુરતના શૈલેષ ભટ્ટે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી કે, તેનું અપહરણ કરી રૂ. ૧૨ કરોડના બીટકોઇન પડાવી લેવાયા હતા. જેમાં સીઆઇડીએ તપાસ હાથ ધરતાં નલિન કોટડિયા વિરુદ્ધ પુરતા પુરાવા મળ્યા હતાં. આથી સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે કોટડિયાને પૂછપરછ માટે બે વાર સમન્સ કાઢયા હતાં. તેમણે સીઆઇડી પાસે સમય માગ્યો હતો. ત્યારબાદ તેઓ પોતાનો મોબાઇલ ફોન ઘરે મૂકી ફરાર થઇ ગયા હતાં.
મિલકત ટાંચમાં લેવાશે જો કોટડિયા હાજર નહીં થાય કે પકડાશે નહીં તો તેમની મિલકત ટાંચમાં લેવા સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં અરજી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter