અમદાવાદઃ ભારત અને જાપાન વચ્ચે થયેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની સમજૂતી મુજબ જાપાન આપશે તે ૨૪ બુલેટ ટ્રેન મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જ તૈયાર (એસેમ્બલ) કરાશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પો.ના અધિકારીએ જણાવ્યું કે, જાપાન સરકારના સહયોગથી રૂ. ૧.૧૦ લાખ કરોડનો ખર્ચ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલે છે. જેમાંથી ૮૧ ટકા હિસ્સો જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જાયકા) આપશે જ્યારે બાકીનો ૧૯ ટકા એટલે કે લગભગ ૨૦૫૦૦ કરોડનો ખર્ચ ભારત સરકાર કરશે જેમાંથી બુલેટ ટ્રેનના કોચ તૈયાર કરાશે.

