અમદાવાદ: ઉડાન યોજના હેઠળ ટ્રુ જેટ એરલાઈન્સે અમદાવાદથી પોરબંદર, જલગાંવ, જેસલમેર અને નાસિક જતી ફ્લાઈટનું ભાડું રૂ. ૯૨૧થી શરૂ કરવાની જાહેરાત તાજેતરમાં કરી છે. એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી પોરબંદર, જેસલમેર અને નાસિકની ફ્લાઈટ ડેઇલી ઓપરેટ થાય છે, જલગાંવની ફ્લાઈટ રવિ, બુધ અને શનિવારે ઓપરેટ થાય છે. સ્પાઈસ જેટે મુંબઈથી પોરબંદર માટે નોનસ્ટોપ ડેઇલી ફ્લાઈટની જાહેરાત કરી છે. મુંબઈથી આ ફ્લાઈટ સવારે ૧૦.૦૫ વાગે ઉપડી ૧૧.૨૫ વાગે પોરબંદર પહોંચશે, જ્યારે પોરબંદરથી સવારે ૧૧.૫૦ વાગે ઉપડી બપોરે ૧૩.૦૫ વાગે મુંબઈ પહોંચશે.

