અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળતા આગેવાનો અને સમર્થકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી.
આ બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ કહ્યું કે, ચૂંટણી પ્રચારમાં ટોળેટોળા જામે છે, જેના કારણે ફરી કોરોનાનો ફેલાવો વધી શકે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફ્લૂ જેવા વાઈરલ ઈન્ફેકશનને વેગ મળતો હોય છે.
યુકે, અમેરિકા અને ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દિવાળીમાં જે રીતે કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવ્યો હતો, તેવું ના બને તેની ચિંતા દરેકે કરવી પડશે. રાજકીય પાર્ટીઓ અને સામાન્ય નાગરિકે સચેત રહેવાની જરૂર છે. દિવાળીની જેમ કેસમાં તીવ્ર ઉછાળો આવશે તો સરકારે હોળીના તહેવાર વખતે જ ફરી એકવાર નિયંત્રણો નાખવાનો વારો આવશે.

