સાળંગપુરઃ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા-સંત પ્રમુખસ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કથળ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વિશે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પ્રમુખસ્વામી મહારાજને બ્લડપ્રેશરની સમસ્યામાં વધારો થયો છે. જેના લીધે ડોક્ટરોએ પ્રમુખસ્વામી મહારાજને આરામની સલાહ આપી છે. સાળંગપુર ખાતે સ્થિત પ્રમુખસ્વામી મહારાજ નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લા બે દિવસથી સત્સંગીઓ-હરિભક્તોને પણ દર્શન આપી શકતા નથી.
બીએપીએસ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પ્રમુખસ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સુધરશે પછી તેઓ ફરી નિયમિતપણે હરિભક્તોને દર્શન આપશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજ દર્શન આપે છે. રોજ હજારો હરિભક્તો પ્રમુખસ્વામીના દર્શન માટે સાળંગપુર આવતા હોય છે.


