પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ વર્ષ ૨૦૨૦માં ચાણસદમાં ૨૦૨૦માં યોજાશે

Wednesday 31st October 2018 06:38 EDT
 
 

અમદાવાદઃ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ (પીએપીએસ)ના ગુરુ પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી મહોત્સવ ઉજવવાની જાહેરાત અટલાદરામાં ૧૯મી ઓક્ટોબરના રોજ સદગુરુ પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ કરી હતી. તે પ્રમાણે ૯૮મો રાજકોટ અને ૯૯મો જન્મજયંતી મહોત્સવ મુંબઈમાં ઊજવાશે. જ્યારે શતાબ્દી મહોત્સવની ઉજવણી અટલાદરા પાસેના પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે કરવામાં આવશે. આ જાહેરાતથી હરિભક્તોમાં ખુશી ફેલાઈ ગઈ હતી.
રાજકોટમાં સ્વામીનારાયણ નગરનું ૨૨મી ઓક્ટોબરના રોજ ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન સંપન્ન થયું. રાજકોટના મોરબી બાયપાસ રોડ પરના માધાપરમાં ૫મીથી ૧૫મી ડિસેમ્બર-૨૦૧૮ સુધી પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ ઊજવાશે. તેની સાથે રાજકોટ મંદિરને ૨૦ વર્ષ થયા હોવાથી દ્વિ-દશાબ્દી મહોત્સવ પણ ઊજવવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભારતીય સંસ્કૃતિની દિવ્યતાની ઝાંખી કરાવશે. આ ઉપરાંત મુક્તાનંદ પ્રદર્શન ખંડ વ્યસન મુક્તિની પ્રેરણા આપશે અને પરમશાંતિનો રાહ સમજાવશે. ઉપરાંત વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે. રાત્રિ દરમિયાન વિદ્વાન સંતોના પ્રેરક પ્રવચનો, રાજકોટ સત્સંગ ગાથા, સંત પરમહિતકારી નૃત્યનાટિકા, લોક કલાકારોની સાહિત્ય, હાસ્ય પ્રસ્તુતિ, વચનામૃત દ્વિ-શતાબ્દી સમારોહ, સંત કીર્તન આરાધનાનો કાર્યક્રમ યોજાશે.
રાજકોટ મહોત્સવનું ભૂમિ પૂજન
રાજકોટમાં ૫૦૦ એકરની વિશાળ ભૂમિમાં રચાનારા સ્વામીનારાયણ નગરનું ૨૨મી ઓક્ટોબરના રોજ ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન સંપન્ન થયું હતું.
કાર્યક્રમની રૂપરેખા
૫ ડિસેમ્બર ઉદઘાટન સમારોહ
૬ ડિસેમ્બર વારિટ મહિલા સંમેલન
૭ ડિસેમ્બર પ્રમુખસ્વામી મહારાજને ભાવંજલિ સંત પરમહિતકારી નૃત્યનાટિકા
૯ ડિસેમ્બર લોકસાહિત્ય પ્રસ્તૂતિ
૧૦ ડિસેમ્બર રાજકોટ સત્સંગ ગાથા
૧૧ ડિસેમ્બર વચનામૃત સમારોહ
૧૦-૧૧ ડિસેમ્બર વિશ્વશાંતિ મહાયજ્ઞ
૧૨ ડિસેમ્બર કીર્તન આરાધના
૧૩ ડિસેમ્બર ભાગવતી દીક્ષા સમારોહ
૧૪ ડિસેમ્બર રાજકોટ મંદિર મહોત્સવ
૧૫ ડિસેમ્બર જન્મજયંતી સમારોહ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter