અમદાવાદઃ પ્રો. રામચન્દ્ર ગુહાની અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂકનો મુદ્દો વિવાદાસ્પદ બની રહ્યો છે. અમદાવાદ યુનિવર્સિટીના રજિસ્ટાર ભૂપેન્દ્ર શાહે કહ્યું છે કે, પ્રો. રામચંન્દ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટીમાં જોડાવાના નથી એવી વ્યક્તિગત ટ્વિટ કરી છે. આ બાબતે લેખિતમાં રજૂઆત આવે તે પછીથી કુલપતિ નિર્ણય કરશે. એબીવીપીએ તેમના લેખો-વિચારધારાને ભારતીય સંસ્કૃતિનું ખંડન કરનાર-વિઘટનકારી કહીને અમદાવાદ યુનિવર્સિટી સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં વિન્ટર સ્કૂલના ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂંક કેન્સલ કરવાની રજૂઆત કરતા પ્રો. રામંચન્દ્ર ગુહાએ અમદાવાદ યુનિવર્સિટીમાં જોડાવાની અનિચ્છા વ્યક્ત કરી છે.

