અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદ વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવાઈ ગયો. આ સંજોગોમાં અમદાવાદ શહેરનું વાતાવરણ જે પહેલા સંતોષકારક હતુ તે હવે ખૂબ જ નબળું થઈ ગયું છે આ પરિસ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી રહેવાનો વર્તારો પ્રદૂષણ અંગે કામગીરી કરી રહેલા રીસર્ચમાં કરવામાં આવ્યો છે. સમગ્ર દેશની સરખામણીમાં પ્રદૂષણની દૃષ્ટિએ દિલ્હી પછી અમદાવાદ શહેર બીજા નંબરે છે.