ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં વિદેશી કંપનીઓના આગમન બાદ તેમને ફાઇનાન્સિયલ સર્વિસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાની આવડત ધરાવતા યુવાનો મળી રહે તે માટે યુ.કે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાની વિચારણા કરી રહ્યું છે. આ માટે યુ.કે.એ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ, ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર સિક્યોરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ચાર્ટર્ડ ઇન્શ્યોરન્સ ઇન્સ્ટિટ્યુટ, એસોસિયેશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ્સ, ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેકલ્ટી ઓફ એક્ચુઅરીઝ અને ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ બુક કીપર્સ અને એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ સાથે કરાર કર્યા છે. ગિફ્ટ સિટીનું કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતના ૧ કરોડથી વધુ યુવાનોને ફાઇનાન્સિયલ સર્વિસ ક્ષેત્રે ટ્રેનિંગ આપવાનું યુ.કે.નું ધ્યેય છે.