ફિઝીના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બિમન પ્રસાદ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદની આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીઆશ્રમ ગયા હતા, જ્યાં પૂ. બાપુના નિવસસ્થાન હૃદયકુંજની મુલાકાત લઈ તેઓ ભાવવિભોર થયા હતા. તેમણે ગાંધીજીના પ્રિય એવા ચરખા પર પણ હાથ અજમાવીને સૂતર કાંતવાની કળા વિશે જાણકારી મેળવી હતી.


