ફેંસલાને ફાંસલામાં ન બદલીએ, સૌ કબૂલ કરે રામ પૂરા વિશ્વના છેઃ મોરારિબાપુ

Tuesday 12th November 2019 14:57 EST
 
 

મારી દૃષ્ટિએ સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય તથા સર્વભૂત પ્રિતાય જે નિર્ણય સર્વોચ્ચ અદાલતે આપ્યો છે એના માટે સર્વોચ્ચ અદાલત, સરકાર તથા આપણા દેશની ૧૩૦ કરોડની જનતાને વધાઈ, વિશ્વને પણ વધાઈ. કારણ કે રામ કોઈ એક કોમ કે એક દેશના નથી. રામ પૂરા વિશ્વના છે મારી વિનંતી કે ફેંસલાને સદભાવ અને સંવાદપૂર્ણ, પ્રશાંત અને પ્રસન્નતા સાથે સહુ કબુલ કરે. મારી દૃષ્ટિએ આ ફેંસલો સૌના મંગળ માટે છે. આ ફેંસલાને આપણે ફાંસલામાં ન બદલીએ; અંતે તો...
રામ કિન્હ ચાહહિ સો હો હિં... !
કરે અન્યથા અસ નહીં કોઈ (માનસ).
હનુમાનજીને પ્રણામ અને રહેમાનને સલામ.
ફરી એક વાર પ્રસન્નતા અને રામસ્મરણ સાથે , સૌને પ્રણામ. જય સીયારામ.
- મોરારિબાપુ (ઉત્તર કાશી)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter