અમદાવાદ: આગામી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં થાય તેવી શક્યતા છે. વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આખરી ઓપ આપવા તડમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બજેટ સત્રને આડે દોઢ મહિનાની વાર છે ત્યારે વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠકોનો દોર પણ શરૂ થયો છે. વિવિધ વિભાગોમાં ચાલુ વર્ષે કઇ કઇ યોજના પાછળ કેટલું બજેટ ફાળવાયું હતું તૈ પેકી કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી રહી છે. ઉપરાંત કેટલાં લોકોને યોજનાનો લાભ મળ્યો હતો તેની સમીક્ષા શરૂ કરાઇ છે.
કોરોના કાળમાં યોજનાઓમાં પણ કરકસર કરવા પણ આયોજન કરાયું છે. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા પરામર્શના અંતે નવી યોજનાને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ નવમી વાર વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. નીતિન પટેલે બે વાર લેખાનુદાન અને છ વખત બજેટ રજૂ કર્યું છે.

